શ્રી બહાદુરપુર પ્રાથમિક શાળામાં તારીખ 13 જૂન 2023 ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ એકના બાળકોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પ્રવેશપાત્ર બાળકોને કીટ અને પુસ્તકના સેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત એન.એમ.એમ.એસ. કોમન એન્ટ્રસ્ટેસ્ટ અને સો ટકા હાજરી ધરાવતા બાળકોને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.